શ્રીલંકાની સ્થિતિ દિવસે ને દિવસે બદથી બદતર થઈ રહી છે. ગંભીર આર્થિક કટોકટીનો સામનો કરી રહેલા શ્રીલંકામાં પરિસ્થિતિ અત્યંત બેકાબૂ થઈ ગઈ છે. હજારો દેખાવકારોએ શનિવારે સવારે રાષ્ટ્રપતિ ગોટબાયા રાજાપક્સેનું નિવાસ ઘેરી લીધું હતું અને તેના પર કબજો કરી લીધો હતો. જોકે, દેખાવકારો ગમે તે ઘડીએ 'ત્રાટકશે' તેવી ગુપ્ત બાતમીના પગલે રાષ્ટ્રપતિ ગોટબાયા એક દિવસ પહેલાં જ નિવાસ ખાલી કરીને અજ્ઞાાત સ્થળે રવાના થઈ ગયા હતા. બીજીબાજુ દેખાવકારોએ રાષ્ટ્રપતિ નિવાસને ઘેર્યા પછી પીએમ હાઉસ તરફ કૂચ કરી હતી. વડાપ્રધાન વિક્રમાસિંઘેએ રાજીનામું આપવા તૈયારી બતાવતા સર્વપક્ષીય સરકાર બનવાનો માર્ગ મોકળો થઈ ગયો છે. જોકે, મોડી સાંજે ટોળાએ પીએમ હાઉસને આગ લગાવી દીધી હતી.