ગાંધીનગરના રૂપાલમાં નોમની રાત્રે વરદાયિની માતાની પરંપરાગત પલ્લી નીકળી હતી. પલ્લીયાત્રામાં ઘીની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. પરંપરા મુજબ મધરાતે રૂપાલ ગામના મધ્ય વિસ્તારમાંથી પલ્લી યાત્રાની શરૂઆત થઈ હતી અને વહેલી સવારે પલ્લીયાત્રા બાદ વરદાયિની માતાની વિશેષ પૂજા કરવામાં આવી હતી. પલ્લીયાત્રા દરમિયાન ભક્તો દ્વારા શુદ્ધ ઘીનો અભિષેક કરવામાં આવે છે. દર્શનાર્થીઓ માટે આરોગ્ય, વાહન પાર્કિંગ અને ભોજનની વ્યવસ્થા કરવામાં આવી હતી. રૂપાલમાં ઘી ચઢાવવાની વર્ષોથી ચાલતી પરંપરા છે. ઘી ચઢાવવાની માનતા દર્શનાર્થીઓ રાખતા હોય છે.