આસો સુદ નોમની રાતે એટલે કે 7 ઓક્ટોબરની રાતે ગાંધીનગર જિલ્લાના રૂપાલ ગામમાં દર વર્ષેની જેમ પલ્લીનો મેળો યોજાયો હતો, જેમાં 10 લાખથી વધુ લોકોએ ઘીનો અભિષેક કર્યો હોવાનો અંદાજ છે. મંદિરના પૂજારી અરવિંદ ત્રિવેદીએ જણાવ્યું કે, "વરદાયિની માતાની પલ્લીમાં આ વખતે અંદાજે 20 કરોડનું ચાર લાખ કિલો ઘી ધરાવવામાં આવ્યું હતું."