લદ્દાખમાં એલએસી ખાતેના પેંગોંગ ત્સો લેકના દક્ષિણ કિનારા પર ગયા સપ્તાહમાં ભારત અને ચીની સેનાઓ વચ્ચે ઉગ્ર તણાવ સર્જાયા બાદ હવે ચીની સેનાએ લેકના ઉત્તર કિનારા પરના ફિંગર એરિયામાં મોટી સંખ્યામાં સૈનિકો અને શસ્ત્રસરંજામનો જમાવડો શરૂ કરી દીધો છે. રેઝાંગ લા રેન્જ ખાતે ભારત અને ચીનની સેનાઓ ફક્ત ૨૦૦ મીટરના અંતરે સામસામે છે. ફિંગર ફોર પરની ચીની સેનાની ગતિવિધિઓ પર નજર રાખવા માટે ભારતીય ટુકડીઓ હવે વધુ ઊંચાઇ ધરાવતા શિખરો પર તહેનાત કરાઇ છે.