દેશમાં નિર્ભયા કેસે ચકચાર મચાવી છે અને આરોપીને સતત 3 વખત ફાંસીની સજા ટળી છે ત્યારે રાજકોટમાં દુષ્કર્મના આરોપીને કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. નોંધનીય છે કે, 40 વર્ષ બાદ રાજકોટની કોર્ટે ફાંસીની સજા ફટકારી છે. આ બનાવ અંગે પ્રાપ્ત થતી વિગત અનુસાર, રાજકોટ કોર્ટના જજ ડી.ડી. ઠક્કરે પોસ્કોના આરોપી રમેશ વેદુકીયાને ફાંસીની સજા ફકટારી છે. બે વર્ષ પહેલા ભાવનગર રોડ પર રમેશે 3 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ આચર્યું હતું. બાદમાં પીટીસી ગ્રાઉન્ડમાં બાળકીની હત્યા કરી હતી.