ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડની ધો. 10 અને ધો. 12ની પરીક્ષા દરમિયાન આજે બેઝીક ગણિત અને કેમેસ્ટ્રી વિષયના પ્રશ્નપત્રો પાઠયપુસ્તક આધારીત સહેલા નીકળ્યા હતા. અલબત્ત, આજે રાજકોટના મોરબી રોડ ઉપર આવેલી ધોળકિયા સ્કુલમાં ખિસ્સામાં એકાએક મોબાઈલ ફોન રણકતાં ધો. 10ના પરીક્ષાર્થી સામે કોપીકેસ કરવામાં આવ્યો હતો. જ્યારે લાલપુરની માધવ સ્કુલમાં કાપલી રાખીને પેપર લખતા પરીક્ષાર્થી પકડાઈ જતાં તેની સામે પણ પરીક્ષાચોરીનો કેસ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં ધો. 10માં વધુ એક કોપીકેસ નોંધાયો હતો.