રાજકોટમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લાગેલી આગમાં નિર્દોષ બાળકો, યુવાનો સહિત 30થી વધુ લોકો અગનજવાળામાં ભડયું થઇ જવાના ચકચારભર્યા ગોઝારા કાંડને લઈ ગુજરાત હાઈકોર્ટે દાખલ કરેલી સુઓમોટો પિટિશન અને એડવોકેટ અમિત પંચાલ દ્વારા કરાયેલી જાહેરહિતની રિટમાં હાઇકોર્ટનો લંબાણપૂર્વકનો ચુકાદો ચુકાદો અપલોડ કરી દવાયો છે.
જેમાં જસ્ટિસ બીરેન વૈષ્ણવ અને જસ્ટિસ દેવન એમ.દેસાઈની ખંડપીઠે નિર્દોષ લોકોના મોતની આ કરૂણાંતિકાની અતિ ગંભીર નોંધ લઇ રાજયભરના તમામ ગેમ ઝોન તાત્કાલિક અસરથી બીજો હુકમ ના થાય ત્યાં સુધી બંધ કરાવવા ફરમાન કર્યું છે.