રાજકોટ શહેરમાં મવડી ચોકડી નજીકના વિસ્તારમાં શુક્રવારે સવારે પાણીની પાઇપ લાઈન એકાએક તૂટી જતાં હજારો લીટર પીવાનું પાણી વહી ગયું હતું. અહીં બ્રિજનું કામ ચાલી રહ્યું છે. સવારના સમયે કામના સ્થળે જેસીબી મશીનના ચાલકની ગફલતથી પાઇપલાઇન તૂટી જતાં હજારો લીટર પાણી રસ્તા પર ફરી વળ્યું હતું. તંત્રે તૂટેલી પાઈપલાઇન સુધારવા પ્રયાસ હાથ ધર્યો હતો.