ભરતપુર જયપુર નેશનલ હાઈવે નંબર 21 પર વહેલી સવારે એક કરુણ અકસ્માત સર્જાયો હતો. એક ટ્રેલરે મુસાફરોથી ભરેલી બસને પાછળથી ટક્કર મારી હતી. આ અકસ્માતમાં બસમાં સવાર 11 મુસાફરોના મોત થયા હતા અને 12 લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટના એટલી ભયાનક હતી કે વિસ્ફોટનો અવાજ દૂર દૂર સુધી પહોંચ્યો હતો. વિસ્ફોટનો અવાજ સાંભળીને આસપાસના લોકો દોડી આવ્યા હતા અને બસમાં ફસાયેલા મુસાફરોને બહાર કાઢ્યા હતા.