પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીમાં બીજેપીની તાકાત વધારવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદીઆજે પુરુલિયામાં ચૂંટણી જાહેરસભાને સંબોધિત કરી. પીએમ મોદીએ પોતાના ભાષણની શરૂઆત બાંગ્લા ભાષામાં કરી. પીએમ મોદીએ કહ્યું કે, દીદીને જ્યારે ઈજા થઈ તો અમને પણ ચિંતા થઈ, અમે પણ ભગવાનને તેઓ જલ્દી સ્વસ્થ થવાની પ્રાર્થના કરી. તેઓએ કહ્યું કે, ભારતની દરેક દીકરીની જેમ દીદી પણ ભારતની બેટી છે, જેમનું અમે સન્માન કરીએ છીએ. તેની સાથે જ તૃણમૂલ કૉંગ્રેસ (TMC) અને મમતા બેનર્જીપર નિશાન સાધતા વડાપ્રધાને કહ્યું કે, મમતા દીદી કહે છે ‘ખેલા હોબે’, પણ બીજેપી કહે છે ‘વિકાસ હોબે’.