પંજાબમાં તાજેતરમાં કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાયેલા ચાર નેતાઓની સુરક્ષા વધારી દેવામાં આવી છે. ગૃહ મંત્રાલયે પંજાબમાં ભાજપના ચાર નેતાઓને X કેટેગરીની સુરક્ષા આપી છે. આ નેતાઓનો જીવ જોખમમાં હોવાનું કહેવાય રહ્યું છે. આ જ કારણ છે કે, કેન્દ્રીય ગૃહ મંત્રાલયે આઈબીના થ્રેટ રિપોર્ટના આધારે આ નિર્ણય લીધો છે.
આ 4 નેતાઓને મળી X કેટેગરીની સુરક્ષા
- પંજાબના પૂર્વ કેબિનેટ મંત્રી બલબીર સિંહ સિદ્ધુ
- પંજાબના ભૂતપૂર્વ કેબિનેટ મંત્રી ગુરપ્રીત સિંહ કાંગા
- પૂર્વ ધારાસભ્ય જગદીપસિંહ નાકાઈ
- અમરજીત સિંહ ટિક્કા