કૃષિ કાયદાઓના વિરોધમાં શરૂ થયેલા ખેડૂતોના આંદોલન સાથે સંકળાયેલા પંજાબના ૨૨ ખેડૂત સંગઠનોએ હવે પંજાબની વિધાનસભાની ચૂંટણી લડવા માટે એક રાજકીય પક્ષની સૃથાપપના કરી દીધી છે. આ પક્ષને સંયુક્ત સમાજ મોરચા નામ આપવામાં આવ્યું છે અને તે આગામી વર્ષે યોજાનારી પંજાબ વિધાનસભાની ચૂંટણીમાં રાજ્યની બધી જ બેઠકો પર પોતાના ઉમેદવાર ઉભા રાખશે.
આ ઉપરાંત દિલ્હીની સત્તાધારી આમ આદમી પાર્ટી સાથે પંજાબમાં ગઠબંધન કરવાની પણ તૈયારી ચાલી રહી હોવાના અહેવાલો છે. જેને પગલે હવે પંજાબમાં નવો વળાંક આવી શકે છે. દિલ્હીની સરહદોએ તેમજ પંજાબમાં કૃષિ કાયદાના વિરોધમાં ૪૦થી વધુ ખેડૂત સંગઠનો સામેલ હતા, જેમાં આ નવો રાજકીય પક્ષ સૃથાપનારા ૨૨ સંગઠનોનો પણ સમાવેશ થાય છે.