દેશમાં ટ્રીપલ તલાકની ચર્ચા તાજી છે. પણ અજાણી વાત એ છે કે ગુજરાતમાં 1943માં ભાવનગરના રાજા કૃષ્ણકુમારસિંહજીએ મુસ્લિમ મહીલાઓને તલાકનો અધિકાર આપતું બિલ બનાવેલું. તે વખતે પણ વિરોધ થયેલો. રસપ્રદ વાત એ છે કે તેમણે આ બિલ અંગે લોકોને મંતવ્યો રજૂ કરવા માટે ત્રણ મહિનાનો સમય આપેલો. મુસ્લિમ મહિલાની હેરાનગતિ દૂર કરવા આ બિલ રજુ કરાયેલું.