કેરળના પલક્કડ જિલ્લામાં સંઘના નેતા એસ.કે. શ્રીનિવાસનની હત્યા કરી દેવામાં આવી હતી. આ વિસ્તારમાં છેલ્લાં ૨૪ કલાકમાં બે રાજકીય હત્યા થઈ હતી. એ પહેલાં પોપ્યુલર ફ્રન્ટ ઓફ ઈન્ડિયાના નેતાની પણ હત્યા થઈ હતી.
કેરળના પલક્કડમાં ત્રણ બાઈકમાં સવાર થઈને આવેલા છ હુમલાખોરોએ એક મોટરસાઈકલની દુકાને સંઘના નેતા એસ.કે શ્રીનિવાસન પર તલવારથી હુમલો કર્યો હતો. છમાંથી ત્રણ હુમલાખોરોએ તલવારના ૨૦ જેટલા ઘા મારીને શ્રીનિવાસનની હત્યા કરી દીધી હતી. ધોળે દિવસે સંઘના નેતાની હત્યા થયા બાદ આખા વિસ્તારમાં ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. ૪૫ વર્ષના એસ.કે. શ્રીનિવાસન સંઘના પૂર્વ જિલ્લા કાર્યવાહ હતા અને અત્યારે પણ મહત્વની જવાબદારી સંભાળતા હતા.