લોકસભાની ચૂંટણીનું આયોજનને એપ્રિલ-મેમાં થવાની સંભાવના છે ત્યારે ચૂંટણી બોન્ડે ભાજપની ઝોળી ભરી દીધી છે. વર્ષ ૨૦૨૨-૨૩માં ચૂંટણી બોન્ડ મારફત ભાજપને અંદાજે રૂ. ૧૩૦૦ કરોડની કમાણી થઈ છે. બીજીબાજુ આ જ સમયમાં કોંગ્રેસને ચૂંટણી બોન્ડ મારફત ભાજપની સરખામણીમાં સાત ગણી ઓછી રકમ માત્ર રૂ. ૧૭૧ કરોડની કમાણી થઈ છે.
ભાજપને ૨૦૨૨-૨૩માં મળેલું કુલ દાન ૨૩ ટકા વધીને લગભગ રૂ. ૨,૩૬૧ કરોડ થઈ ગયું છે. તેનો અર્થ એ છે કે પક્ષને અગાઉના વર્ષની સરખામણીમાં રૂ. ૪૪૪ કરોડ વધુ મળ્યા છે. આ નાણાંમાંથી ૫૪ ટકા હિસ્સો એટલે કે રૂ. ૧૨૯૪ કરોડ ચૂંટણી બોન્ડ મારફત મળ્યો છે. બીજીબાજુ પક્ષનો ખર્ચ પણ ૫૯ ટકા વધીને રૂ. ૧૩૬૧ કરોડ થઈ ગયો છે, જે અગાઉના વર્ષે રૂ. ૮૫૪ કરોડ હતો.