ચોમાસાની શરૂઆતમાં ગુજરાતના ઘણા વિસ્તારોમાં સારો વરસાદ પડ્યો હતો. આથી ઘણા ખેડૂતોએ પોતાના ખેતરમાં વાવેતર પણ કરી દીધુ હતું. પરંતુ ત્યારબાદ વરસાદ ખેંચાયો છે. જેના કારણે જગતનો તાત મુંઝવણમાં મુકાયો છે. ત્યારે મુખ્યમંત્રી વિજય રૂપાણીએ નર્મદામાં પૂરતું હોવાનું જણાવ્યું હતું અને સાથે સાથે આવનારા દિવસોમાં સારો વરસાદ પડે તેવી ભગવાન ને પ્રાર્થના કરી હતી.
તેઓએ વધુમાં કહ્યું હતું કે આ વખતે અષાઢ મહિનામાં વરસાદ ખેંચાયો છે પરંતુ ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ કે, આવનારા દિવસોમાં ખૂબ વરસાદ વરસાવે. પરંતુ નર્મદાનું આપણી પાસે પુરતું પાણી છે. અગાઉ પણ મેં કીધું તેમ પીવાના પાણી માટે સરકાર સંપૂર્ણ રીતે ચિંતિત છે. ગુજરાતના એક પણ ખૂણામાં પીવાના પાણીમાં ક્યાંય તકલીફ નહીં પડે. તેનું આયોજન અત્યારથી શરૂ થઈ ગયું છે.