નાગાલેન્ડમાં વિવાદિત કાયદા સશસ્ત્ર બળ (વિશેષ) અધિકાર અધિનિયમ (AFSPA)ને 6 મહિના (30 જૂન, 2022) સુધી લંબાવી દેવામાં આવ્યો છે. ગૃહ મંત્રાલય દ્વારા આ અંગેની જાણકારી આપવામાં આવી છે. આ કાયદો સેનાને રાજ્યના અશાંત ક્ષેત્રમાં ક્યાંય પણ સ્વતંત્રરૂપે સંચાલન કરવાનો વ્યાપક અધિકાર આપે છે.
જે ક્ષેત્રોમાં AFSPA લાગુ છે ત્યાં કોઈ પણ સૈન્યકર્મીને કેન્દ્રની મંજૂરી વગર દૂર કે પરેશાન ન કરી શકાય. તે સિવાય આ કાયદાને એવા વિસ્તારોમાં પણ લગાવવામાં આવે છે જ્યાં પોલીસ અને અર્ધસૈનિક બળ આતંકવાદ, ઉગ્રવાદ કે પછી બાહ્ય તાકાતો સામે લડવામાં નિષ્ફળ સાબિત થાય છે.