જમ્મુ અને કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, રાજસ્થાન અને તેલંગાણા સહિત દેશના વિવિધ ભાગોમાં ભારે વરસાદ, વાદળ ફાટવું અને નદી-નાળાઓમાં ઘોડાપુરના કારણે વિનાશ ચાલુ છે. હિમાચલ પ્રદેશના કુલ્લુમાં વાદળ ફાટવાના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. ખેતરો અને બગીચા ધોવાઈ ગયા છે અને રસ્તાઓ નાશ પામ્યા છે. જમ્મુ-કાશ્મીરના ગાંદરબલમાં વાદળ ફાટવાના કારણે અનેક મકાનોને નુકસાન થયું છે. રાજોરી, સામ્બા અને પુંછમાં પણ નદીઓ અને નાળાઓમાં ઘોડાપુર આવ્યું છે. વરસાદને કારણે અનેક પુલ ધોવાઈ જવાને કારણે જમ્મુથી પઠાણકોટ હાઈવે પર વાહનવ્યવહાર ખોરવાઈ ગયો છે.