રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં સવારથી વાતાવરણમાં પલ્ટો જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટમાં બપોરના સમયે ધોધમાર વરસાદી ઝાપટુ વરસી જતા રસ્તાઓ પર પાણી ભરાયા હતા. જેને લઇને વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. રાજકોટના 150 ફૂટ રિંગ રોડ, કાલાવડ રોડ, મોરબી રોડ સહિતના વિસ્તારોમાં ધોધમાર વરસાદી ઝાપટું વરસ્યું હતું. આ સિવાય સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં ક્યાંક ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસાદ પડી રહ્યો છે.