મહારાષ્ટ્રમાં વિધાનસભાની ચૂંટણી માટે ભાજપ, શિવસેના અને સાથી પક્ષો વચ્ચે મહાયુતિને અંતિમ રૂપ અપાયું છે અને એની જાહેરાત મુખ્ય પ્રધાન દેવેન્દ્ર ફડણવીસ અને શિવસેના પ્રમુખ ઉદ્ધવ ઠાકરેએ કરી હતી. ઉમેદવારી નોંધાવવાના છેલ્લા દિવસે કરાયેલી જાહેરાત મુજબ ભાજપ ૧૫૦ અને શિવસેના ૧૨૪ બેઠકો પરથી ચૂંટણી લડશે, જ્યારે સાથી પક્ષો રિપબ્લિકન પાર્ટી ઓફ ઈન્ડિયા (આઠવલે), શિવસંગ્રામ અને રાયત ક્રાંતિ પાર્ટીને ૧૪ બેઠકો ફાળવવામાં આવી છે.