મધ્ય પ્રદેશ માં વધી રહેલા કોરોના કેસને લઈને સરકાર કડક વલણ અપનાવી રહી છે. રાજ્યમાં હવે માસ્ક ન પહેરતા લોકોને ઓપન જેલમાં મોકલવામાં આવશે. સીએમ શિવરાજસિંહ ચૌહાણે માસ્ક ન પહેરતા લોકો માટે ઓપન જેલ બનાવવાનો આદેશ કર્યો છે. આ જેલમાં માસ્ક ન પહેરતા લોકોને થોડો સમય રાખવામાં આવશે. આ ઉપરાંત જે જિલ્લાઓમાં કોરોનાનું સંક્રમણ વધારે છે ત્યાં કટોકટી વ્યવસ્થા સમિતિ તરફથી કરવામાં આવેલી ભલામણોને આધારે લગ્ન જેવા આયોજનોમાં આમંત્રિતોની સંખ્યા મર્યાદિત કરવામાં આવશે.