મધ્યપ્રદેશના મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણની આર્થિક રીતે નબળા વર્ગની છોકરીઓ માટે સમૂહ લગ્ન યોજના ત્યારે વિવાદોમાં આવી ગઈ જ્યારે કેટલીક વધૂઓના પ્રેગનેન્સી ટેસ્ટ કરાવાયા હતા. લગભગ 219 છોકરીઓમાંથી પાંચના ટેસ્ટ પોઝિટિવ આવતા તેમના લગ્ન નહોતા કરાવાયા. જેના પગલે આ મામલે મોટો રાજકીય વિવાદ ઊભો થયો હતો.