ખેડા જિલ્લામાં આજે વિવિધ નગરપાલિકા, જિલ્લા અને તાલુકા પંચાયતોમાં ખાલી પડેલી બેઠકોની પેટાચૂંટણીમાં મોટાભાગે ભગવો લહેરાયો છે. ડાકોર નગરપાલિકામાં ત્રણ બેઠક અપક્ષોએ અને તાલુકા પંચાયતની બે બેઠકો પાતળી સરસાઈથી કોંગ્રેસે કબ્જે કરી છે, તો રઢુ તાલુકા પંચાયતની એક બેઠક પર આમ આદમી પાર્ટીએ બાજી મારી છે. જિલ્લા પંચાયતની એક માત્ર વાંઘરોલી બેઠક ઉપર ભાજપના ઉમેદવારે જીત હાંસલ કરી છે. મહેમદાવાદ પાલિકાની એક બેઠક ભાજપના ઉમેદવારે બિનહરીફ જીતી લીધેલી છે. તેથી પેટાચૂંટણીની કુલ ૧૭માંથી ૧૧ બેઠકો પર ભાજપની વિજયયાત્રા ચાલુ રહી છે.