હિમાચલ પ્રદેશમાં કોંગ્રેસના તમામ છ બળવાખોર ધારાસભ્યો અને ત્રણ અપક્ષ ધારાસભ્યો ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા છે. કોંગ્રેસના ધારાસભ્યો સુધીર શર્મા, રવિ ઠાકુર, રાજેન્દ્ર સિંહ રાણા, ચૈતન્ય શર્મા, દેવેન્દ્ર ભુટ્ટો અને ઈન્દર દત્ત લખનપાલ ભાજપમાં જોડાઈ ગયા છે. આ ધારાસભ્યો ભાજપમાં જોડાયા બાદ કુલ 68 વિધાનસભા બેઠકોમાંથી કોંગ્રેસ હવે 34 બેઠકો પર આવી ગઈ છે. ભાજપની સંખ્યા વધશે નહીં કારણ કે હિમાચલ પ્રદેશ વિધાનસભાના અધ્યક્ષે 6 બળવાખોર ધારાસભ્યોને સસ્પેન્ડ કર્યા છે અને 3 અપક્ષ ધારાસભ્યોએ રાજીનામું આપી દીધું છે.