કર્ણાટકમાં મુસ્લિમ અનામતનો મુદ્દો સતત ગાજી રહ્યો છે. બીજેપી મુસ્લિમ અનામત ખતમ કર્યા બાદ મતના ધ્રુવિકરણ માટે સતત મુદ્દો બનાવી રહી છે તો હવે કોંગ્રેસે મોટો દાવ ખેલતા રાજ્યમાં અનામતને 75 ટકા સુધી વધારવાની વાત કરી છે. સિદ્ધારમૈયાએ પોતાના એક નિવેદનમાં કહ્યું કે તેમની પાર્ટી તમામ જાતિઓ માટે તેમની વસ્તીના આધારે અનામતની મર્યાદા વધારીને 75 ટકા કરવા માટે કટિબદ્ધ છે.