ભારતીય વાયુસેનાના વાહન પર થયેલા હુમલામાં ઘાયલ થયેલા પાંચ સૈનિકોમાંથી એકનું મોત થયું છે. શનિવારે સાંજે જમ્મુ-કાશ્મીર (Jammu and Kashmir)ના પૂંછમાં આતંકવાદીઓએ ભારતીય વાયુસેનાના એક વાહન પર ગોળીબાર કર્યો હતો. સુરક્ષા દળોએ સમગ્ર વિસ્તારને કોર્ડન કરીને સર્ચ ઓપરેશન હાથ ધર્યું છે. આતંકવાદી હુમલા બાદ બંને પક્ષો વચ્ચે કુલ 30 થી વધુ રાઉન્ડ ફાયરિંગ થયું હતું. આ ઘટના પૂંછ જિલ્લાના મેંધર સબ ડિવિઝનના દન્ના શાસ્તર વિસ્તારમાં બની હતી.