ભારતીય સેનામાં ફરજ બજાવતા ખેરાલુના કુડા ગામના 24 વર્ષિય પ્રવિણસિંહ ઠાકોરનું જમ્મુ કાશ્મીરમાં વીજ કરંટથી નિધન થયું હતું. શહીદ જવાનના પાર્થિવ દેહને કૂડા ગામે લાવવામાં આવ્યો હતો. આર્મીના જવાનોએ સન્માન સાથે શહીદની અંતિમયાત્રા કાઢી હતી. જેમાં હજારોની સંખ્યામાં લોકોએ શહીદને નમન કરવા માટે આવ્યાં હતાં. સમગ્ર ખેરાલુ પંથકમાં શોકની લાગણી છવાઇ ગઇ હતી.
મૃતકનાં શહીદીનાં સમાચાર મળતાની સાથે જ પરિવાર સહિત ગ્રામજનોમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. મૃતક જવાન પ્રવિણસિંહ છેલ્લા 3 વર્ષથી આર્મીમાં ફરજ બજાવતા હતા. તેમના એક માસ પહેલા જ લગ્ન થયા હતા.
મૃતક જવાનના પાર્થિવ દેહને આજે સવારે વતન લાવવામાં આવ્યો હતો. ખેરાલુ તાલુકાના કુડા ગામના વતની પ્રવિણસિંહ ઠાકોર જમ્મુ કાશ્મીર ખાતે આર્મી ટેન્ટમાં ન્હાવા ગયા હતા. તે દરમિયાન જ વોટરહીટરથી કરંટ લાગતા તેમનું નિધન થયુ હતું.
ઘટનાને પગલે પરિવારજનો અને ગ્રામજનોમાં ભારે શોકની લાગણી વ્યાપી જવા પામી છે. મૃતક પ્રવિણસિંહ ઠાકોરના નાના ભાઇ પણ દેશની રક્ષા માટે આર્મીમાં જવાની ઇચ્છા ધરાવે છે.