ઈઝરાયેલમાં ફરીથી પોલીસ જવાનો અને પેલેસ્ટાઈનના નાગરિકો વચ્ચે ઘર્ષણ થયું હતું. શુક્રવારની નમાઝ માટે મસ્જિદમાં હજારો લોકો એકઠા થયા હતા, એમાંથી કેટલાય લોકોએ ઈઝરાયેલના પોલીસ જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો. પોલીસે વળતી કાર્યવાહી કરી હતી, જેમાં અસંખ્ય લોકો ઘાયલ થયા છે.
ઈઝરાયેલમાં મુસ્લિમ અને યહૂદીઓ વચ્ચે ઘર્ષણનો ઈતિહાસ બહુ જૂનો છે. બંનેના પવિત્ર તહેવારો ચાલતા હોવાથી છેલ્લાં ઘણાં દિવસથી તંગદિલી સર્જાઈ છે. શુક્રવારે અલ-અક્સ મસ્જિદમાં હજારો પેલેસ્ટાઈની નાગિરકો નમાઝ અદા કરવા ઉમટી પડયા હતા. એ વખતે પેલેસ્ટાઈનના કેટલાય હમાસ સમર્થિત યુવાનોએ ઈઝરાયેલના સુરક્ષાદળોના જવાનો ઉપર પથ્થરમારો કર્યો હતો.