કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ બુધવારે આક્ષેપ કરતા જણાવ્યું કે દેશમાં ખેડૂતો ઉપર યોજનાબદ્ધ રીતે હુમલાઓ કરવામાં આવી રહ્યા છે અને હાલમાં ભારતમાં સરમુખત્યારશાહી જોવા મળે છે. ઉત્તર પ્રદેશના લખિમપુર ખીરીમાં પીડિત પરિવારોને મળવાથી રાજકારણીઓને રોકવામાં આવી રહ્યા છે તેમ રાહુલ ગાંધીએ જણાવ્યું હતું.
રાહુલ ગાંધીએ એક પ્રેસ કોન્ફરન્સ સંબોધીને જણાવ્યું હતું કે, તેઓ કોંગ્રેસના બે મુખ્યમંત્રીઓ ભૂપેશ બઘેલ (છત્તીસગઢ) અને ચરણજીત સિંહ ચન્ની (પંજાબ) સાથે આજે લખિમપુર ખીરીની મુલાકાત લેશે. તોફનોમાં પ્રભાવિત થયેલા પરિવારની તેઓ મુલાકાત લેશે તેમ કોંગ્રેસના નેતાએ વધુમાં જણાવ્યું હતું. અગાઉ રાહુલ ગાંધીને લખિમપુર ખીરીની મુલાકાત લેવા માટે ઉત્તર પ્રદેશ સરકાર મંજૂરી આપી નહતી પરંતુ બાદમાં રાહુલ ગાંધી તેમજ પ્રિયંકા ગાંધીને મંજૂરી આપવામાં આવી હતી.