કોરોના વાયરસ સંક્રમણની બીજી લહેર દેશમાં નબળી પડી રહી છે. જોકે બુધવારે કુલ કેસોની સંખ્યા 3 કરોડને પાર થઈ ગઈ. ભારતમાં એક કરોડ કેસ માત્ર 50 દિવસમાં જ નોંધાયા હતા. ગયા વર્ષે 30 જાન્યુઆરીએ દેશમાં કોવિડનો પહેલો દર્દી મળ્યો હતો. બીજી લહેરમાં સંક્રમિત થનારા દર્દીઓની સંખ્યાએ તમામ રેકોર્ડ તોડી દીધા હતા. બીજી તરફ, કોરોનાના કારણે મૃત્યુ પામનાર દર્દીઓની સંખ્યા 3 લાખ 90 હજારને પાર થઈ ગઈ છે. નોંધનીય છે કે, 21 જૂનથી ચાલુ થયેલા ફ્રી વેક્સીનેશન અભિયાનની ઝડપ બીજા દિવસથી ધીમી પડતી હોય એવું લાગી રહ્યું છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 50,848 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 1,358 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 3,00,28,709 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 28,87,66,201 લોકોને કોરોના વેક્સીનના ડોઝ આપવામાં આવ્યા છે.