ગરીબી હટાવવાની દિશામાં ભારતે બહુ મોટી સિદ્ધિ હાંસલ કરી છે. છેલ્લાં ૧૦ વર્ષમાં એટલે કે વર્ષ ૨૦૦૫થી ૨૦૧૬ સુધીના ગાળામાં ગરીબોની સંખ્યામાં લગભગ પચાસ ટકાનો ઘટાડો થયો છે. ૧૦ વર્ષમાં દેશમાં ૨૭ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યાં છે, આમ છતાં હજી ૩૬ કરોડ લોકો એક યા બીજી રીતે ગરીબીનો સામનો કરી રહ્યાં છે.
સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટનું તારણ
સંયુક્ત રાષ્ટ્ર હસ્તકની સંસ્થા સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ(UNDP) તેમજ ગરીબીનાં ક્ષેત્રમાં કામ કરતી સંસ્થા ઓક્સફર્ડ પોવર્ટી એન્ડ હ્યુમન ડેવલપમેન્ટ ઇનિશિએટીવના રિપોર્ટમાં આ તારણ રજૂ કરવામાં આવ્યું છે. રિપોર્ટમાં જણાવ્યા મુજબ ૨૦૦૫-૬ અને ૨૦૧૫-૧૬ની વચ્ચે ભારતમાં ગરીબી હેઠળ જીવનારાં લોકોની સંખ્યા કુલ વસતીના ૨૭.૫ કરોડ જેટલી રહી હતી. અગાઉ ૫૪.૧ ટકા વસતી ગરીબીની રેખા નીચે જીવતી હતી.