ગુજરાતમાં આ વર્ષે મીઠાના ઉત્પાદનમાં 15થી 20 ટકા સુધીનો ઘટાડો થઇ શકે છે. આ ઘટાડો થવાના મુખ્ય કારણોમાં લોકડાઉન, કોરોના સંક્રમણ અને ચોમાસુ લાંબુ ચાલે તેવી સંભાવના છે. આ સંજોગોમાં મીઠા ઉધોગના એસોસિએશને રાજ્ય સરકાર પાસે વીજ બીલોમાં 75 ટકા સુધીની રાહતની માગણી કરી છે.
ઓલ ઇન્ડિયા સોલ્ટ મેન્યુફેકચરર્સ એસોસિયેશન જણાવે છે કે દેશમાં ચાલુ વર્ષે 360 લાખ ટન મીઠાનું ઉત્પાદન થવાની સંભાવના છે, જે અગાઉના વર્ષ કરતાં 15 ટકા ઓછું રહેશે.