કેબિનેટની બેઠક બાદ રાજ્યના શિક્ષણમંત્રી ભુપેેન્દ્ર ચુડાસમાનું મહત્તવનું નિવેદન આવ્યું છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગો શરૂ થશે. કેન્દ્ર સરકારની SOP પ્રમાણે શાળા કોલેજો ખુલશે.
આ ઉપરાંત શિક્ષણમંત્રીએ જણાવ્યું કે, ગુજરાતમાં વિદ્યાર્થીઓને માસ પ્રમોશન નહીં મળે. જેટલું ભણાવીશું તેટલાની પરીક્ષા લેવામાં આવશે. 11 જાન્યુઆરીથી ધોરણ 10 અને 12ના વર્ગ શરૂ કરવામાં આવશે. વિદ્યાર્થીઓએ શાળામાં આવવા માટે વાલીઓની સંમતિ મેળવવાની રહેશે અને તે માટે ફોર્મ ભરવાનું રહેશે. બેઠક વ્યવસ્થામમાં સોશિયલ ડિસ્ટન્સ જાળવવાનું રહેશે, શાળામાં વિદ્યાર્થીઓની હાજરી ફરજિયાત નથી. શાળા સાથે ઓનલાઇન શિક્ષણ પણ ચાલુ રહેશે. અન્ય ધોરણ શરૂ કરવા અંગે તબક્કાવાર નિર્ણય લેવામાં આવશે.