બીપોરજોય વાવાઝોડું સૌરાષ્ટ્ર કચ્છના દરિયા કિનારા પર ત્રાટક્યું છે ત્યારે પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લેવામાં આવ્યો છે. શાળા કોલેજોમાં વધુ એક દિવસની રજાઓ જાહેર કરવામાં આવી છે. તો ચાલો જણાવીએ કયા કયા જિલ્લાઓમાં રજાની જાહેરાત કરવામાં આવી છે.
અમદાવાદ જિલ્લાની શાળાઓમાં વરસાદની શક્યતાને પગલે રજા જાહેર કરવામાં આવી છે. વાવાઝોડાની પરિસ્થિતિને લઈ રાજ્ય સરકાર દ્વારા અગત્યની જાહેરાત કરવામાં આવી છે. અમદવાદ નાં DEO એ પરિપત્ર કર્યો હતો. વાવાઝોડુ ટકરાતા તેજ પવન અને વરસાદ ને લઇ જાહેરાત કરાઈ છે જેમાં શુક્રવારે વડોદરા શહેર જિલ્લાની શાળાઓમાં પણ રજાની જાહેર કરવામાં આવી છે