દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં સતત ત્રીજા દિવસે વરસાદી માહોલ યથાવત્ રહ્યો હતો. રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 32 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમા સૌથી વધુ પોરબંદનાં રાણાવાવમાં 2.76 ઇંચ વરસાદ ખાબક્યો છે. જ્યારે કચ્છનાં ભૂજમાં 2.40 ઇંચ, ગીર સોમનાથનાં ગીર ગઢ઼ામાં 2.17 ઇંચ વરસાદ નોંધાયો છે. આ સાથે જૂનાગઢનાં માળિયામાં 36 એમએમ, દ્વારકાનાં કલ્યાણપૂરમાં 30 એમએમ, નર્મદાનાં સાગબારામાં 27 એમએમ, કચ્છનાં અંજાર, અમરેલીનાં લાઢીમાં 25 એમએમ વરસાદ વરસ્યો છે.
હવામાન વિભાગ દ્વારા હજી આગામી બે દિવસ દરમિયાન મધ્ય ગુજરાત, દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રના કેટલાક ભાગમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. ગુજરાતમાં અત્યાર સુધી સરેરાશ 44.65 ઈંચ સાથે સિઝનનો 136.50% વરસાદ નોંધાયો છે