દક્ષિણ ગુજરાતમાં સક્રિય ચોમાસાની સ્થિતિ આજે સતત ત્રીજા દિવસે પણ યથાવત રહેતા ડાંગ જિલ્લાના તાલુકા મથક વઘઈ ખાતે ત્રીજા દિવસે પણ છ ઈંચ જેટલો અતિભારે વરસાદ નોંધાયો હતો. જયારે સુરત, નવસારી, તાપી અને વલસાડ જિલ્લામાં પણ એકથી બે ઈંચ સુધીનો વરસાદ નોંધાયો હતો.
ડાંગના વઘઈ ખાતે ગઈકાલથી આજે સાંજે ચાર વાગ્યા સુધીના સમયમાં ૧૪૨ મિમી, આહવામાં ૧૧૭, સાપુતારામાં ૧૦૦ અને સુબીરમાં ૭૮ મિમી વરસાદ નોંધાયો હતો. વાલોડમાં ૩૨ અને વ્યારામાં ૨૪ મિમી વરસાદ નોંધાયો હતો. જયારે આજે સવારે છ સુધીના વીતેલા ૨૪ કલાકમાં વ્યારા ૩૫, વાલોડ ૩૨, સોનગઢ ૨૨, ઉચ્છલ નવ, નિઝર ૧૬, કુકરમુંડા છ અને ડોસવલણમાં ૧૪ મિમી વરસાદ નોંધાયો હતો.