બજેટ રજૂ કરતા પહેલા નાયબ મુખ્યમંત્રી અને નાણાંમંત્રી નીતિન પટેલે જણાવ્યું કે, આજે વિધાનસભામાં 2021-22નું બજેટ હું રજૂ કરીશ. જેમાં ગુજરાતની વિકાસયાત્રા, સમૃદ્ધિ વધતી રહે તેવું બજેટ રજૂ થવાનું છે. ગુજરાતમાં સૌનો સાથ, સૌનો વિકાસ ચરિતાર્થ થાય, ગુજરાતની દરેક જ્ઞાતિ, સમાજનો વિકાસ થાય તેવું બજેટ રજૂ કરવામાં આવશે. ચૂંટણીઓમાં ગુજરાતની જનતાએ સમર્થન આપ્યું છે તે વિશ્વાસ અમે કાયમ રાખીશું. તેમણે વધુમાં જણાવ્યું કે, કોરોનાના લોકડાઉન અને બાદમાં આર્થિક મંદી ચાલી હતી. હું બજેટમાં જે રકમ જાહેર કરીશ તેનાથી પ્રજાને મોટો લાભ થશે. ગુજરાત સરકારે આત્મનિર્ભર ગુજરાત પેકેજમાં વધુ લાભ અપાશે.