ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ પાર્ટીના રાષ્ટ્રીય મહામંત્રી શંકરસિંહ વાઘેલાએ પત્રકાર પરિષદ યોજીને ગુજરાતભરમાં જળ સંકટ વિષે ચિંતા વ્યક્ત કરીને કહ્યું હતું કે રાજ્યભરમાં એન.સી.પી. નાં આગેવાનો દ્વારા પીવાના પાણીની સમસ્યા, ઢોરોને ઘાસચારો, તરસ્યા ખેતરો, ૭૦ ટકા જેટલો વિસ્તાર પાણીની સમસ્યાથી પીડિત હોવાથી આ વોટર રેડ 21 મી મે સુધી ચાલુ રાખવામાં આવેલ છે.
તેઓએ વધુમાં પત્રકાર પરિષદને સંબોધન કરતા કહ્યું હતું કે આવનાર થોડા સમય બાદ રાજ્યપાલને એન.સી.પીનું હાઈ પાવર ડેલીગેશન મળશે અને ગુજરાતમાં પ્રવર્તી પાણીની સમસ્યા વિશે રજૂઆત કરવામાં આવશે. જ્યારે મહેસાણા, સાબરકાંઠા અને પછી અરવલ્લી જિલ્લામાં એમ ત્રણ ઘટના સામે આવી જેમાં દલિત યુવકના લગ્નના વરઘોડ કાઢવા મુદે ગામના લોકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો તે બાબતને વખોડી કાઢી હતી.