રાજ્યમાં ધોરણ 10 અને 12ની બોર્ડ પરીક્ષાના ઓનલાઈન ફોર્મ ભરાવાની પ્રક્રિયા પૂર્ણ થઈ ગઈ છે. રેગ્યુલર ફી બાદ લેટ ફી સાથે પણ મુદત આપવામા આવી હતી અને જે પુરી થયા બાદ અંતે ધો.10 અને 12ના કુલ મળીને 14.31 લાખથી વધુ ફોર્મ ભરાયા છે. લેટ ફી સાથે 55 હજારથી વધુ ફોર્મ ભરાયા છે. ધો.10માં સૌથી વઘુ 8.94 લાખથી વધુ વિદ્યાર્થીઓ નોંધાયા છે.