ઓગસ્ટ મહિનાની શરૂઆતથી જ ખાદ્ય તેલોના ભાવમાં આગ ઝરતી તેજી જોવા મળી રહી છે. આખા જુલાઈ મહિનામાં અનેકવાર ખાદ્ય તેલના ભાવ વધ્યા. ત્યારે હવે ઓગસ્ટ મહિનામાં પણ તેલના ભાવમાં ઉછાળો ચાલુ છે. રાજકોટના બજારમાં ખાદ્યતેલના ભાવમાં ફરી વધારો જોવા મળ્યો છે. સિંગતેલના ભાવમાં રૂ. 20 નો વધારો ઝીંકાયો છે. તો કપાસિયા તેલના ભાવમાં પણ વધારો કરાયો છે.