ભારત સહિત સમગ્ર વિશ્વના મોટાભાગના દેશમાં કોરોના વાયરસ કેર વર્તાવી રહ્યો છે. ગુજરાતમાં પણ આ મહામારી 3 લોકોને ભરખી ગઇ છે. કોરોના વધુ પ્રસરે નહીં તે માટે સમગ્ર દેશમાં લોકડાઉન જાહેર કરાયું છે અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવાની પણ સલાહ આપવામાં આવા રહી છે. આ પ્રકારની સ્થિતિમાં લોકો એક જ સ્થળે એકત્ર થાય નહીં તે માટે સાબરકાંઠા જિલ્લાના પુંસરી ગામે દ્રષ્ટાંતરૂપ દાખલો બેસાડયો છે.
વાત એમ છે કે પુંસરી ગામમાં જયંતિભાઇ દરજીનું અવસાન થયું હતું. અવસાન અને ત્યારબાદ બેસણામાં સામાન્ય રીતે સગાસંબધીના ધાડેધાડા આવે . પરંતુ અવસાનના દિવસે જ એવો નિર્ણય લેવામાં આવ્યો કે સ્વ. જયંતિભાઇ દરજીના કોઇ પણ સ્વજનો પુંસરી નહીં આવે અને 1 જ દિવસમાં સુતક-બેસણું તમામ લૌકિક ક્રિયા પૂર્ણ કરાશે. જેના ભાગરૂપે ડિજિટલ બેસણું યોજવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
કદાચિત આ પ્રકારનું દેશનું આ પહેલું ડિજિટલ બેસણું હશે એવું કહી શકાય. ફેસબૂક લાઇવ અને વિડિયો કોન્ફરન્સથી યોજાયેલા આ બેસણમાં આજુબાજુનાના ગામમાં રહેતા સ્વજનોએ જ નહીં મુંબઇમાં રહેતા સ્વ. જયંતિભાઇના પુત્ર પણ તે ડિજિટલ બેસણામાં જોડાયા હતા. અંદાજે 150થી વધુ લોકોએ ડિજિટલ બેસણામાં શ્રદ્ધાંજલિ આપી હતી. બેસણાના સ્થળે માત્ર 5 લોકો ઉપસ્થિત રહ્યા હતા.