આમ આદમી પાર્ટીના રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢાએ ચંદીગઢ યુનિવર્સિટીની વિદ્યાર્થીનીઓના વીડિયો લીક મામલે કહ્યુ કે આ એક ગંભીર અને સંવેદનશીલ મુદ્દો છે. પંજાબ સરકાર વિદ્યાર્થિનીઓ સાથે ઉભી છે. આરોપીઓની હિમાચલ પ્રદેશ અને ચંદીગઢથી ધરપકડ કરવામાં આવી છે. અમે આ મામલે ફોરેન્સિક તપાસ કરી છે. આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.