ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષોએ તૈયારીઓ શરૂ કરી દીધી છે. બીજી તરફ પક્ષપલટાની મૌસમ ફરીપાછી ખીલી છે. તે ઉપરાંત ગુજરાત કોંગ્રેસના નવા પ્રભારી તરીકે મુકુલ વાસનીકે જવાબદારી સંભાળી લીધી છે અને તેઓ કોંગ્રેસને રાજ્યમાં ખોવાયેલું રાજકીય સ્થાન પાછું અપાવશે તેવું પણ નિવેદન આપ્યું છે. હવે કોંગ્રેસે રાજ્યના તમામ જિલ્લામાં વિવિધ નેતાઓને જવાબદારી સોંપી છે. જેમાં AICC મંત્રી રામકિશન ઓઝા, બી.એમ. સંદીપ અને ઉષા નાયડુને ગુજરાતની વિવિધ લોકસભા બેઠકોની જવાબદારી સોંપવામાં આવી છે.