બિહારના ભોજપુર જિલ્લામાં બે પત્રકારોની જાહેરમાં હત્યા કરી દેવાની ઘટનાથી સનસનાટી મચી છે. પત્રકાર નવીન નિશ્વલ તથા વિજય સિંહ ગડહની પોલીસ મથક ક્ષેત્રના બગવાં ગામના રહેવાસી હતા. તે હિંદી સમાચાર પત્ર દૈનિક ભાસ્કરમાં કામ કરતા હતા. સૂત્રોના જણાવ્યાનુસાર પત્રકાર નવીન નિશ્વલ પોતાના સાથી પત્રકાર સાથે રામનવમીના સરઘસનું કવરેજ કરી પરત ફરી રહ્યાં હતા, ત્યારે તેમને ટાર્ગેટ બનાવવામાં આવ્યા હતા.