બિહારમાં ફરી એકવાર નકલી દારૂ પીવાની મોટી ઘટના સામે આવી છે. મોતિહારીમાં નકલી દારૂ પીવાથી 8 લોકોના મોત થયા છે, જ્યારે છ લોકોએ આંખોની રોશની ગુમાવી છે. આ તમામની સારવાર ચાલી રહી છે. હોસ્પિટલમાં દાખલ દર્દીઓએ પોતે જ ડોકટરોને કહ્યું કે તેઓએ આલ્કોહોલ પીધો ત્યારબાદ તેમની હાલત વધુ ખરાબ થઈ ગઈ છે. દર્દીઓના આ નિવેદન બાદ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે કે ઝેરી દારૂ પીને જ આ લોકોની હાલત બગડી છે.