ગૃહ મંત્રી અમિત શાહે બંગાળ વિધાનસભા ચૂંટણી ના પ્રથમ તબક્કામાં 30માંથી 26 સીટો અને અસમમાં 47માંથી 37થી વધુ સીટો જીતવાનો દાવો કર્યો છે. તેમણે તે પણ દાવો કર્યો છે કે બંગાળમાં ભાજપ 200થી વધુ સીટો સાથે સરકાર બનાવશે. અસમમાં અમે પૂર્ણ બહુમતની સાથે સરકાર બનાવીશું. તેમણે આ વાત મીડિયાને સંબોધિત કરતા કહી છે. મહત્વનું છે કે શનિવારે 27 માર્ચે બન્ને રાજ્યોમાં પ્રથમ તબક્કાની ચૂંટણી યોજાઈ હતી. હું અમારા માટે મતદાન કરનાર બન્ને રાજ્યોના લોકોનો આભાર માનુ છું. વોટર ટર્નઆઉટથી લોકોમાં ઉત્સાહ જોવા મળ્યો. પશ્ચિમ બંગાળમાં 84 ટકાથી વધુ મતદાન અને અસમમાં 79 ટકાથી વધુ મતદાન જણાવે છે કે જનતામાં ભારે ઉત્સાહ છે.