અસમના તિનસુકિયામાં થયેલા હુલલામાં 5 લોકોના મોત નિપજ્યાં છે. આ હુમલા પાછળ ઉગ્રવાદીઓનો હાથ હોવાનું કહેવાય છે. ULFAના ઉગ્રવાદીઓએ અપહરણ કરીને પાંચેય લોકોને ગોળી મારી દીધી હતી.
આજે સાંજે લગભગ પોણા આઠ વાગ્યાની આસપાસ ઉગ્રવાદીઓ 6 યુવાઓને ઉપાડી ગયા હતાં. ત્યાર બાદ ઉગ્રવાદી આ યુવાઓને બ્રમ્હપુત્રા નદીના કિનારે લઈ ગયાં હતાં જ્યાં તેમને ગોળી મારવામાં આવી હતી. જેમાંથી 4 ના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં જ્યારે એકે સારવાર દરમિયાન હોસ્પિટલમાં દમ તોડી દીધો હતો. હુમલામાં ઈજાગ્રસ્ત એકની સારવાર ચાલી રહી છે .