બોર્ડર સિક્યુરિટી ફોર્સ (બીએસએફ) અને આસામ પોલીસની એક સંયુક્ત ટીમે મંગળવારે કરીમગંજ જિલ્લામાં એક ટ્રકમાંથી ૪૫ કરોડ રૂપિયાથી વધુની કીંમતનું હેરોઇન જપ્ત કર્યુ હતું.
પોલીસના એક અધિકારીએ જણાવ્યું હતું કે ટ્રક જ્યારે મિઝોરમથી કરીમગંજ થઇને ત્રિપુરા જઇ રહ્યો હતો ત્યારે મંગળવાર સવારે ન્યૂ કરીમગંજ રેલવે સ્ટેશનની પાસે તેને રોકી લેવામાં આવ્યો હતો. અધિકારીએ વધુમાં જણાવ્યું હતું કે ચોક્કસ મળેલ માહિતીને આધારે બીએસએફ અને કરીમગંજ પોલીસના કર્મચારીઓએ ટ્રકને રોક્યોે અને સાબુના ૭૬૪ બોક્સમાં રાખવામાં આવેલ હેરોઇન જપ્ત કર્યુ હતું.