આસામમાં અંતિમ નેશનલ રજિસ્ટર ઓફ સિટિઝન્સ (એનઆરસી)માં અગાઉ સામેલ કરાયેલા અયોગ્ય વ્યક્તિઓ અને તેમના આશ્રિતો મળીને કુલ ૧૦,૦૦૦ લોકોના નામ રદ કરી દેવાશે. એનઆરસીના સ્ટેટ કોઓર્ડિનેટર હિતેશ દેવ સરમાએ આ અંગેના આદેશ જારી કરી દીધાં છે. સરમાએ ડેપ્યુટી કમિશનરોને આ અંગેનો આદેશ જારી કરી નામ રદ કરવાના હુકમ આપવા જણાવ્યું હતું. સરમાએ જણાવ્યું હતું કે, તમારા તરફથી મળેલા રિપોર્ટ્સના આધારે વિદેશી જાહેર થયેલા અને ફોરેન ટ્રિબ્યૂનલ્સમાં જેમની અરજીઓ પડતર છે તે કેટેગરીના કેટલાક અયોગ્ય લોકો અને તેમના આશ્રિતોના નામ એનઆરસીમાં સામેલ થયાંનું સામે આવ્યું છે. સરમાએ જિલ્લા અધિકારીઓને વ્યક્તિઓની ઓળખની ચોકસાઇ કર્યા બાદ સિટિઝનશિપ રૂલ્સ ૨૦૦૩ અંતર્ગત એનઆરસીમાં સામેલ થઇ ગયેલા આ પ્રકારના નામ રદ કરવા માટે આદેશ આપવા હુકમ કર્યો છે.