ચીની સેનાએ અરુણાચલપ્રદેશમાં એલએસી પાર કરીને સરહદી ગામના પાંચ ભારતીય યુવાનોનું અપહરણ કર્યું હતું. અહેવાલો પ્રમાણે અરુણાચલપ્રદેશના અપર સુબનસિરી જિલ્લાના નાચો ગામના પાંચ યુવાનો શિકાર માટે જંગલમાં ગયાં હતાં. તે સમયે નાચો સર્કલ અંતર્ગત આવેલા એલએસી પરના સેરા પેટ્રોલિંગ પોઇન્ટ ખાતેથી ચીની સેનાએ પાંચ ભારતીય યુવાનોનું અપહરણ કર્યું હતું. આ પાંચ યુવાનોમાં દુમ્તુ એબિયા, પ્રસાદ રિંગલિંગ, ગારુ ડેરી, ટોક સિંગકોમ અને તનુ બાકરનો સમાવેશ થાય છે. આ તમામ યુવાનો તાગિન સમુદાયના છે. હાલ જિલ્લા મથક દાપોરિજો ખાતે રહેતા તેમના પરિવારના સભ્યોએ જણાવ્યું હતું કે, અમારા કેટલાક સંબંધીઓ ભારતીય સેના સાથે આ મામલે ચર્ચા કરવા નાચો પહોંચ્યાં છે. એક મીડિયા અહેવાલ અનુસાર કુલ સાત યુવાનોને ઉઠાવી જવાનો ચીની સૈનિકોએ પ્રયાસ કર્યો હતો પરંતુ તેમાંથી બે નાસી છૂટવામાં સફળ રહ્યાં હતાં અને તેમણે પોલીસને માહિતી આપી હતી.